Archive

Archive for January 3, 2010

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો….

January 3, 2010 1 comment

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

***

ધંધામાં છું એટલે લોકો પૂછે છે: “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”

મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”

***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”

“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

***

દીકરીના લગન પછી… “શું દીકરી ને વરાવી?”

“ના.., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”

***

” શું દીકરાને પરણાવી આવ્યા?”

” ના.., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”

***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… ” શું કાકા ચા પીવો છો?”

” ના.., રકાબી ચાટું છું!”

***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં… ”કેમ? હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”

” ના.., ના.., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે થયું કે દાખલ થઈ જ જાઉં!”

source : scrap from orkut……….

Follow

Get every new post delivered to your Inbox.