હમણાં ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા કરતા એક જોરદાર ગુજરાતી લીંક મળી….
એક નવી અમદાવાદ બેઝડ ગુજરાતી ન્યુઝ ચેનલ કે જે ઓનલાઈન પણ પ્રસારિત થાય છે …અને એ પણ ફ્રી માં ..!!
હા જોકે તે એડ્સ થી ભરપુર છે …પણ ફાસ્ટ છે
પહેલા મને એમ હતું કે ઠીક હશે વધારે બેન્ડવિડ્થ ખાતું હશે …પણ ..!!
પહેલા થોડી વાર બફરીંગ થાય છે (10 15 સેકંડ સુધી) ….પછી એક વાર ચાલુ થયા પછી સળંગ સટાસટ ચાલે છે એક પણ વાર વચ્ચે અટકતું નથી ..!!

અહી એનો સ્ક્રીન શોટ મુક્યો છે …આ વેબસાઈટ નું સર્વર આમ કેનેડા માં છે …અને આપણી અહી ની ગુજરાત ની ઓછી ઈન્ટરનેટ બેન્ડવિડ્થ ને ધ્યાન માં રાખીને
ખુબ સરસ રીતે ડેવલોપ કરી છે.. એકદમ સરસ કામ કરે છે …સાઉન્ડ એકદમ ક્લીયર સંભળાય છે…અને વિડીયો ક્વોલીટી પણ ઘણી સારી છે …
એ સામાન્ય 15 થી 17 kB/s જેટલી સામાન્ય બેન્ડવિડ્થ ખાય છે ..
અહી તેની લીંક છે
http://www.bizznews.tv/html/iptv.html
આ લીંક ખોલશો અને play પર ક્લીક કરશો એટલે તરત જ ટીવી ચેનલ ચાલુ થઇ જશે …..!!
આ આઈ.પી . ટીવી નો તમારો અનુભવ કેવો રહ્યો તે અહી કોમેન્ટ રૂપે જરૂર લખજો ….
23.050000
72.667000
Categories: technology
Tags: ahmedabad, amdavad, amdawad, અમદાવાદ, ઈન્ટરનેટ, ગુજરાતી, ગુજરાતી ન્યુઝ, ગુજરાતી ન્યુઝ ચેનલ, ન્યુઝ ચેનલ, gujarati, internet, ip, ip tv, online, tv
અમદાવાદ,
આજ થી કાંકરિયા તળાવ પર કાંકરિયા કાર્નિવલ ની ભવ્ય શરૂઆત થઇ ગઈ છે ….અહી કેટલાક તેના ફોટા મુક્યા છે …



અને સાથે સાથે BRTS બસ મણીનગર થી RTO સુધી ચાલુ થઇ ગયી ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તેને આજે લીલી ઝંડી આપી દીધી…..
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ભાષણ આપતા હતા ત્યારનો ફોટો …..

અને આ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ની સામેના ગ્રાઉન્ડ માં કદમ હોસ્પિટલ ની સામે જે બલુન ઉડાડતા હતા તેનો ફોટો છે ….


જે ભવ્ય આતશ બાજી થઇ આ તેનો ફોટો છે …જે મેં મારા બંગલા ની ગેલેરી માંથી પડેલો છે(કારણકે એ વખતે હુ કાંકરિયા થી ઘરે પાછો આવી ગયેલો) ..જોકે બહુ સારી ક્વોલીટી નો નથી કારણકે મોબાઈલ માંથી પાડેલો છે…

23.050000
72.667000
Categories: events
Tags: ahmedabad, અમદાવાદ, કાંકરિયા, કાંકરિયા કાર્નિવલ, કાર્નિવલ, નરેન્દ્રભાઈ મોદી, મણીનગર, મોદી, BRTS, gujarat, kankaria, kankaria karnival, kankariya, karnival, modi, narendra modi