Archive

Posts Tagged ‘ahmedabad’

ગુજરાતી ઓનલાઈન આઈ.પી. ટીવી ન્યુઝ ચેનલ ….

December 25, 2009 1 comment

હમણાં ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા કરતા એક જોરદાર ગુજરાતી લીંક મળી….
એક નવી અમદાવાદ બેઝડ ગુજરાતી ન્યુઝ ચેનલ કે જે ઓનલાઈન પણ પ્રસારિત થાય છે …અને એ પણ ફ્રી માં ..!!
હા જોકે તે એડ્સ થી ભરપુર છે …પણ ફાસ્ટ છે
પહેલા મને એમ હતું કે ઠીક હશે વધારે બેન્ડવિડ્થ ખાતું હશે …પણ ..!!
પહેલા થોડી વાર બફરીંગ થાય છે (10 15 સેકંડ સુધી) ….પછી એક વાર ચાલુ થયા પછી સળંગ સટાસટ ચાલે છે એક પણ વાર વચ્ચે અટકતું નથી ..!!
gujarati news online

અહી એનો સ્ક્રીન શોટ મુક્યો છે …આ વેબસાઈટ નું સર્વર આમ કેનેડા માં છે …અને આપણી અહી ની ગુજરાત ની ઓછી ઈન્ટરનેટ બેન્ડવિડ્થ ને ધ્યાન માં રાખીને
ખુબ સરસ રીતે ડેવલોપ કરી છે.. એકદમ સરસ કામ કરે છે …સાઉન્ડ એકદમ ક્લીયર સંભળાય છે…અને વિડીયો ક્વોલીટી પણ ઘણી સારી છે …
એ સામાન્ય 15 થી 17 kB/s જેટલી સામાન્ય બેન્ડવિડ્થ ખાય છે ..

અહી તેની લીંક છે
http://www.bizznews.tv/html/iptv.html
આ લીંક ખોલશો અને play પર ક્લીક કરશો એટલે તરત જ ટીવી ચેનલ ચાલુ થઇ જશે …..!!

આ આઈ.પી . ટીવી નો તમારો અનુભવ કેવો રહ્યો તે અહી કોમેન્ટ રૂપે જરૂર લખજો ….

કાંકરિયા કાર્નિવલ 25 december 2009 ………

December 25, 2009 3 comments

અમદાવાદ,

આજ થી કાંકરિયા તળાવ પર કાંકરિયા કાર્નિવલ ની ભવ્ય શરૂઆત થઇ ગઈ છે ….અહી કેટલાક તેના ફોટા મુક્યા છે …
kankariya1

kankariya2

kankariya3

અને સાથે સાથે BRTS બસ મણીનગર થી RTO સુધી ચાલુ થઇ ગયી ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તેને આજે લીલી ઝંડી આપી દીધી…..

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ભાષણ આપતા હતા ત્યારનો ફોટો …..
kankariya modi1

અને આ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ની સામેના ગ્રાઉન્ડ માં કદમ હોસ્પિટલ ની સામે જે બલુન ઉડાડતા હતા તેનો ફોટો છે ….

balun1

balun2

જે ભવ્ય આતશ બાજી થઇ આ તેનો ફોટો છે …જે મેં મારા બંગલા ની ગેલેરી માંથી પડેલો છે(કારણકે એ વખતે હુ કાંકરિયા થી ઘરે પાછો આવી ગયેલો) ..જોકે બહુ સારી ક્વોલીટી નો નથી કારણકે મોબાઈલ માંથી પાડેલો છે…
p1

Follow

Get every new post delivered to your Inbox.